ખુબ કરી મારપીટ એક ચોકલેટથી ફરી મિત્ર બની જવાતું, એ નિખાલસ નાનપણ ક્યાં જડે?
માસ્તરથી બચાવવા ખુદ ફૂટ્ટપટ્ટી ના માર ખાઈ, એવી નીસ્વાર્થ મિત્રતા હવે ક્યાં જડે?
બગીચે હિંચેક ઝૂલતા ને કરતા પકડમપટ્ટી, એ ધમાલધોકા રમતની મજા ક્યાં જડે?
દોસ્ત! વીતશે અનેક દિવસો છતાં નાનપણની માણેલ મજા જેવી મજા હવે ક્યાં જડે?
- ફાલ્ગુની દોસ્ત