વર્ષ આખું કાગડા ને કબૂતરો એક દાણો ધાન માટે ઝૂરે છે!
શ્રાધ્ધના દિવસોમાં એને ખીર પુરી ખવડાવવા બધા દોડે છે!
ભૂખ્યા ને અન્ન આપવા વર્ષનો દરેક દિવસ શ્રેષ્ઠ છે
શ્રાધ્ધ હોય કે ન હોય પેટમાં ખાડો તો રોજ પડે છે!
વડીલોને જીવતે જીવ પ્રેમથી જમાડી લેજો ને!
મારણ બાદ શ્રાધ્ધ નાખો કે ન નાખો એ ક્યાં પાછા આવે છે!!