અમસ્તાજ મિત્રતા કઈ ગાઢ થોડી થતી હશે,
બંનેના મનમાં એકબીજા માટે સમજણ કંઈક વિશેષ હોતી હશે.
લોહીના સંબંધથી ચડિયાતી કઈ એમ જ થોડી થતી હશે,
દિલના બે ધબકાર વચ્ચે જગ્યા વિશેષ બનતી હશે.
ભવોભવ મિત્રતા નામથી જ એમ જ થોડી ઓળખાતી હશે
દોસ્ત! ફક્ત નામ પુકારતા જ દુખડા બધા એ હરતી હશે.
- ફાલ્ગુની દોસ્ત