૬) આત્મા થી ઉદ્ધાર તરફ "યોગી"
આત્મા જ આત્મા નો બંધુ છે ને ઘોર શત્રુ પણ જાણ,
એ જ ઉદ્ધારક, એ જ તને આ જીવનમાં ડુબાડે પણ છે.
ટાઢ તડકો, સુખ દુઃખ દરેક બધી સ્થિતમાં સમાન રહે,
આ બધું કરી આત્માંને જ તું યોગસિદ્ધ કરી તું બતાવ.
એકાગ્ર ચિત્તે, સ્થિર, શાંત મન રાખી એક આસને બેસ,
નાસિકના અગ્રભાગે દૃષ્ટિ સ્થિર કર તું યોગાભ્યાસ કર.
મન સ્થિર કરી તું તારા ચિત્ત ને મારામાં પરોવ, મારો થા,
આહાર, નિંદ્રા બધું સમ રાખીને તું મારામાં ધ્યાન આપ.
યોગાભ્યાસ થી સંયમિત મન ચિત્ત કર્મથી નિવૃત્ત થાય,
આમ પોતાનામાં પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકીશ તું.
તપસ્વી, જ્ઞાની, કર્મ કરતાં વ્યક્તિથી પણ યોગી શ્રેષ્ઠ છે,
જે યોગી શ્રધ્ધાથી મારામાં એકતા સાધે તે મને માન્ય છે.
ધબકાર...