આપણું ગૌરવશાળી ગુજરાત
સમૃદ્ધિ.. સંસ્કૃતિ..ને સભ્યતાની ધરતી એટલે ગુજરાત
તારું મારું ને આપણું ગૌરવશાળી છે ગુજરાત.
કચ્છના ભરત ગુંથણ અને...(2)
રણોત્સવથી પ્રખ્યાત છે ગુજરાત.
સૌરાષ્ટ્રની સુંદર બાંધણીને...(2)
પાટણના પટોળાથી પ્રસિદ્ધ છે ગુજરાત.
રાસગરબાના આધ્યાત્મિક તત્ત્વની...(2)
અદ્વિતીય છાપ એટલે ગુજરાત.
ભાતીગળ સંસ્કૃતિની ઓળખ એટલે ગુજરાત.
તારું ને મારું આપણું વૈભવશાળી છે ગુજરાત.
પ્રભાતિયા ને પદોના રચયિતા...(2)
આદ્યકવિ નરસિંહ મહેતાનું છે ગુજરાત.
સત્ય અને અહિંસાના સેવક...(2)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું છે ગુજરાત.
એકતા અને અખંડિતતાના આગ્રહી...(2)
લોખંડી પુરુષ સરદારનું છે ગુજરાત.
ગૌરવપૂર્ણ વિભૂતિઓની ધરા એટલે ગુજરાત.
તારું મારું ને આપણું પ્રભાવશાળી છે ગુજરાત.
કેવડિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી..(2)
છે ઓળખ ગુજરાતના વિકાસની.
સહસ્ત્રલિંગ તળાવ..ને રાણીની વાવ...(2)
ધરોહર છે લાવણ્યમય ઇતિહાસની.
ઉત્સવો.. મેળાઓ..ને પ્રસંગો..(2)
ઝાંખી છે ઉત્સવ પ્રિય ગુજરાતીની.
પ્રગતિ અને સમૃદ્ધિનો પર્યાય એટલે ગુજરાત.
તારું મારું ને આપણું ખુશખુશાલ છે ગુજરાત.
સમૃદ્ધિ.. સંસ્કૃતિ..ને સભ્યતાની ધરતી એટલે ગુજરાત
તારું મારું ને આપણું ગૌરવશાળી છે ગુજરાત.