Quotes by VIKRAM SOLANKI JANAAB in Bitesapp read free

VIKRAM SOLANKI JANAAB

VIKRAM SOLANKI JANAAB Matrubharti Verified

@vikramsolankijanaab171756
(591.3k)

@ એ સાતમ - આઠમ ક્યાં ગઈ? @

મહિનાઓથી રાહ જોતા, મામાને ઘરે જાતા;
નવા કપડાઓ પહેરી હોંશે હોંશે મહાલતા..
‌એ સાતમ - આઠમ ક્યાં ગઈ?

ઘેર - ઘેર મહેમાનોના ધાડા ઉતરતાં,
નવ પરણેતર દિકરીઓના હૈયાં હરખાતાં,
એ સાતમ - આઠમ ક્યાં ગઈ?

ત્રણ - ચાર દિવસ પહેલાં રાંધણ થાતાં,
ફરસાણ, મિઠાઈઓ, પકવાન હોંશેથી ખવાતાં,
એ સાતમ - આઠમ ક્યાં ગઈ?

  નહીં હાર - જીત કે નહીં કોઈ ઊંચ - નીચ કરતાં,
  અવનવી રમતોને શ્રાવણીયા જુગાર રમાતા,
  એ સાતમ - આઠમ ક્યાં ગઈ?

   ધૂન - કિર્તનને શેરીએ શેરીએ રાસડા રમાતા,
   કૃષ્ણ - યશોદાના મંગલ ગીતો ગવાતાં,
   એ સાતમ - આઠમ ક્યાં ગઈ?

વિક્રમ સોલંકી  'જનાબ'

Read More

@ આઝાદી ક્યાં મળી છે? @

" 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ની વાતો સૌ કોઈ કરે,
  ગંદકી છતાં પણ ઠેર ઠેર કળી છે,
   આઝાદી ક્યાં મળી છે?

'સ્રી સશક્તિકરણ'ની વાતો કાયમ સંભળાય છે,
  બળાત્કાર અને છેડતીઓ છતાં ટળી છે?
  આઝાદી ક્યાં મળી છે?

ગરીબી અને બેકારી હટાવવાની મૂહીમને વર્ષો થયાં,
ભૂખ છતાંય કરોડો પેટની ક્યાં ઠરી છે?
આઝાદી ક્યાં મળી છે?

કૃષિ પ્રધાન રાષ્ટ્રમાં ખેડૂતોની હાલત રૂબરૂ પૂછજો,
આંતરડી ધરતીપૂત્રોની કેમ કકળી છે!
આઝાદી ક્યાં મળી છે?

રાષ્ટ્રધ્વજ ફરકે છે હવે માત્ર સોશિયલ મીડિયામાં,
ક્રાંતિવીરોને યાદ કરી આંખડી કોની રડી છે?
આઝાદી ક્યાં મળી છે?

વિક્રમ સોલંકી 'જનાબ'

Read More

#શૂરવીર

" શૌર્ય અને શૂરવીર તણી મોંઘી અમારી મહોલાત,
મરદ મુછાળા જ્યાં પાકતા, ગરવી માં તું ગુજરાત.."

- વિક્રમ સોલંકી'જનાબ'

Read More

#માત્ર

" મારા જીવન સાથે જોડાયેલું એક પાત્ર,
દુનિયા આખીમાં મારે તો તું જ છે માત્ર.."

- વિક્રમ સોલંકી'જનાબ'

" પરિચય મારો છે બસ એટલો
તારા શ્વાસોથી મારા શ્વાસ જેટલો.."

- વિક્રમ સોલંકી 'જનાબ'

#પરિચય

* તારા પ્રત્યેનો વિશ્વાસ...!!

* મારી કવિતા એટલે બસ તું...!!

* રક્ષાબંધન પર્વની સર્વે મિત્રોને શુભકામનાઓ..

Aaj ki Sham Modiji k Naam...!! ( રાગ - અઘોરી )

એક વ્યથા..!!