@ આઝાદી ક્યાં મળી છે? @
" 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ની વાતો સૌ કોઈ કરે,
ગંદકી છતાં પણ ઠેર ઠેર કળી છે,
આઝાદી ક્યાં મળી છે?
'સ્રી સશક્તિકરણ'ની વાતો કાયમ સંભળાય છે,
બળાત્કાર અને છેડતીઓ છતાં ટળી છે?
આઝાદી ક્યાં મળી છે?
ગરીબી અને બેકારી હટાવવાની મૂહીમને વર્ષો થયાં,
ભૂખ છતાંય કરોડો પેટની ક્યાં ઠરી છે?
આઝાદી ક્યાં મળી છે?
કૃષિ પ્રધાન રાષ્ટ્રમાં ખેડૂતોની હાલત રૂબરૂ પૂછજો,
આંતરડી ધરતીપૂત્રોની કેમ કકળી છે!
આઝાદી ક્યાં મળી છે?
રાષ્ટ્રધ્વજ ફરકે છે હવે માત્ર સોશિયલ મીડિયામાં,
ક્રાંતિવીરોને યાદ કરી આંખડી કોની રડી છે?
આઝાદી ક્યાં મળી છે?
વિક્રમ સોલંકી 'જનાબ'