મંઝિલ પર પહોંચવાને થોડી વાર છે
રસ્તામાં હજી તો ઠોકરો હજાર છે

તમારા ઝૂડાનું આ એક જ ફૂલ
લાગે છે આખા ચમનનો સાર છે

આ નદીના વળાંક અને એની ધાર
જાણે જોઈ કોક નમણી નાર છે

એમને બીજો આધાર શું જોઈએ
આકાશની જેમ જેઓ નિરાધાર છે

- Rushil

Gujarati Shayri by Rushil Dodiya : 111947852
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now