*પ્રકાર:-* લઘુકથા
*શીર્ષક:-* મિત્ર
*તારીખ:-* ૨૩/૭/૨૪
*રચના.......*
માહીર અને નિખિલ ખાસ મિત્ર હતા. શાળાના નવમાં ધોરણમાં અભ્યાસ કરતા હતાં. બંને વચ્ચે પ્રેમ, આદર, એકબીજા વચ્ચે દિલથી અતૂટ સંબંધ હતો.
શાળાના ઘણાં બધાં તેમના મિત્રો સાથે મળીને રમતાં. નિખિલ ખુબ હોશિયાર હતો. માહીર રમત ગમત ક્ષેત્રે ખુબ હોશિયાર. બંને આમ તો બધી જ વાતો શેર કરતાં. ક્યારેય ઘરની વાતો ન કરતા. ભણવાની, બીજા મિત્રોની વાતો કરતાં. ક્યારેય એકબીજાના ઘરે ગયા ન હતાં.
બધું બરાબર ચાલતું હતું. ત્યારે એક દિવસ માહીર ઉદાસ ચેહરે શાળાએ આવ્યો. ઘણું પુછવા છતા તે કંઈ બતાવી નહોતો રહ્યો. આવું હવે રોજ રોજ ચાલવા લાગ્યું. હવે માહીરને કશામાં રસ પડતો ન હતો. તે નિખિલને દૂર કરી રહ્યો. લાખ પ્રયત્ન છતાં નિખિલ તેની ઉદાસી દૂર કરી ન શક્યો.
અચાનક અધૂરા સેમેસ્ટરમાં માહીર શાળા છોડી જતો રહ્યો. ક્યાં ગયો, કંઈ શાળામાં તે કોઈને ખબર ન હતી. નિખિલ માટે તો આચકા જનક સમાચાર હતા. દુઃખી દુઃખી નિખિલ છ મહિના સુધી માની ન્હોતો શકતો કે માહીર જતો રહ્યો છે.
ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો. વર્ષો વિતી ગયા હતા. નિખિલ આગળ જતાં બહુ મોટો ડોક્ટર બની ગયો હતો. ક્યારેક ક્યારેક તેને માહીર યાદ આવી જતો. તેનું જવું તે રહસ્ય થોડી ક્ષણો માટે અકળાવી જતું. પછી પાછો ભૂતકાળમાંથી સરી વર્તમાનકાળમાં આવી જતો.
તે અમેરિકાની ધરતી પર વસ્યો હતો. તે હાર્ટ સ્પેશ્યિલ સર્જન હતો. અચાનક તે ઓપરેશન ટેબલ પર.. જે ઓપરેશન તેના સાથી ડોક્ટર કરી રહ્યા હતા. તે સિનિયર ડોક્ટર બની સુપરવિઝન કરી રહ્યો હતો. અચાનક... તેના હોઠ ફફડી રહ્યા... આંખો સમક્ષ તેનો ભેરુ માહીર હતો. તે એનેથેસીયા આપ્યું હોવાથી બેભાન હાલતમાં હતો. ડોક્ટર નિખિલના મન મસ્તિષ્ક પર વર્ષો પહેલાંની ઘટના એક રીલ ફરતી હોય તેમ ફરી રહી. તે સુપરવિઝન કરતા રહ્યા.
હવે જ્યારે માહીરને હોશ આવ્યો ત્યારે તેની સામે ગયા. ડો .નિખિલને પળવારમાં જ ઓળખી ગયા. આંખોમાં હેતનું ઘોડાપૂર ઉમટી રહ્યું. બીજા બધાં સ્ટાફ હોવાથી આંખોથી વાતો કરી લીધી બંને એ. કે તું કેમ કીધા વગર છોડી ગયો મને....તો જાણે સામે છેડે મૌનની ભાષામાં વાતચીત થઈ રહી કે દોસ્ત મને માફ કરજે.
આજે અઠવાડિયાના ઓબજરવેશન પછી રજા આપવામાં આવી. ડો. નિખિલ તેના દોસ્તને પોતાના ઘરે લઈ આવ્યા. પરિવાર સાથે મળવ્યા.
અને... ગેસ્ટ રૂમની બાલ્કનીમાં બંને આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા.. કોણ શરૂવાત કરે. અંતે નિખિલ એ પૂછ્યું દોસ્ત...
તેને બોલતા અટકાવી માહીરએ કહ્યું.. મને ખબર છે દોસ્ત તું શું પુછવા માંગે છે.
આપણે ઉંમરના એવા પડાવ પર હતા કે મારું કે તારું કંઈ ચાલે નહિ. દોસ્ત મારા માતાપિતા એકબીજા વચ્ચે મનમેળ ન હોવાથી અચાનક અલગ થઈ ગયા. હું કઈ સમજુ તે પેહલા તો..કોઈ મને રાખવાની જવાબદારી ઉઠાવવા માંગતું નહતું. એટલે મને ઓરફન હોમમાં મુકવામાં આવ્યો. તારી ખુબ યાદ આવતી હતી. મારું કેહવાય એવું કોઈ જ નહતું તારી સાથે વિતાવેલી યાદો સિવાય.
ડો. નિખિલની આંખોમાં દડદડ આંસુ વહી રહ્યા.. એકવાર હિમંત કરી હોત તો હું મારા ઘરે તને લઈ આવત.
બંને રડી રહ્યા... કિસ્મત જ રૂઠી હોય તો શું થાય દોસ્ત.
અત્યારે તું ક્યાં છે દોસ્ત..? અમેરિકા કેવી રીતે પોહચ્યો??
હું ભણવામાં હોશિયાર હતો...નાસા તરફથી ચંદ્ર પર જવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે મને. આવતા અઠવાડિયે જવાનું છે ત્યાં આ હાર્ટ એટેકથી હોસ્પિલ પોંહચી ગયો.
તે જાણી માહીરએ ખુબ ખુશ થઈ અભિનંદન આપ્યા. તારે પરિવાર છે? તેના જવાબમાં માહીર એ કહ્યું હા સુંદર સુશીલ વાઇફ , એક જુવાન દીકરી છે. સુરભી તેનું નામ છે.
મિત્ર મારે પણ એક દીકરો છે સૌરભ તેનું નામ છે. બંનેના ચહેરા ખુશ ખુશાલ થઈ ઉઠ્યા.. ને મનની વાત સમજી આંખોથી સંમતિ દર્શાવી રહ્યા.
આજે એ દિવસ હતો જ્યાં સુરભી અને સૌરભનું સગપણ નક્કી કરવામાં આવ્યું હતુ. તે પછી...
બધાં જ ત્યાં હતા જ્યાં વૈજ્ઞાનિક માહીરને નાસા તરફથી ચંદ્ર પર જવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. છ મહિના પછી તે દિવસ આવી પહોંચ્યો હતો.. કેમકે તેમનું બધું બરાબર ચેક અપ થયા બાદ જ....બધાના ચેહરા પર એક અલગ પ્રકારની સુરભી છલકાય રહી હતી.
રૂપલ મહેતા (રૂપ)