દિવસે દિવસે મારી લાગણી તારા માટે થોડી વધારે વધતી જાય છે.
કહું છું કે
......
દિવસે દિવસે મારી લાગણી તારા માટે થોડી વધારે વધતી જાય છે.
પૂછીશ નહી મને તું કેમ!
સમય જતાં હું તને જેટલી જાણતી જાઉં છું...સમજતી જાઉં છું...
એટલો તું મને સુંદર અતિ સુંદર લાગતો જાય છે.
માટે હું કહું છું કે દિવસે દિવસે થોડી આ લાગણી મારી વધતી જાય છે.
પ્રેમ કોઈ ઉંમર,પૈસા, અમીરી કે ગરીબી, કે દેખાવ જોઈને તો ક્યારે થતો જ નથી
પ્રેમ તો થાય છે એક સુંદર હૃદય ને મળીને,
કોમળ હૃદય અને એની સાચી લાગણી થી પ્રેમ થઈ જતો હોય છે.
અને માટે તો કહું છું કે દિવસે દિવસે ...મારી લાગણી થોડી વધતી જાય છે