નથી મજા દર્દને આજકાલ, થોડી દવા મોકલ ,
ન મોકલી શકે જો દવા તો થોડી દુઆ મોકલ.
લખ્યું છે સરનામું તારી ગલીનું, તારાં ઘરનું,
ભૂલી ગયો છું પિનકોડ, કર કોલ તુરંત, મોકલ.
માન્યું, છે હેસિયત તારી ગજ સમ મોટી,
હયાતી ટકાવી જાણું જો તું પુર ઘોડે યાદ મોકલ.
લાગે છે મુજને નિરસ આ લીલાં, પીળાં રંગો,
કરવા પારખું રંગનું, એક લાલ ગુલાબ મોકલ.
કરી દે ફરિયાદ તને જે વાંધો હોય એની,
એ ફરિયાદને અંતે બસ, તારો પિનકોડ મોકલ!
~વનિતા મણુંન્દ્રા 'વાણી'
-વાણી