Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઊગતા સૂરજ ની ઉપર એક વાર નજર તો કરો!
શું દેખાય છે, ઊગતા સૂરજ નો નારંગી રંગ દર્શાવે છે આપણી આ સવાર કેટલી સુંદર છે.

આથમતા સૂરજ ને જોવાની મજા એટલે કે ,
દિવસભર ના આ થાકલા ને જાણે આરામ મળી ગયો છે.
અને, આ આથમતો સૂરજ કેટલાં નવા સપના સંચારિત કરતો જતો હોય છે આપણા આ જીવન માં!
કે આ સાંજ કેટલી સુંદર છે.

જીવનમાં કેટલાં સપના તૂટે છે  ઊગતા સૂરજ ની સાથે તો , કેટલાય સપના સંજોવાય છે આ આથમતા સૂરજ ની સાથે.
એટલે તો આપણું આ આજ આટલું સુંદર છે.

જરૂરી છે બધી વસ્તું માં કોઈ ઉણપ ને શોધવું,
કેમ ના સોધી શકીયે દરેક નકારાત્મક થતી ઘટના માં પણ આપણે દરેક હકારાત્મક વલણ ને લઈને ચાલીએ તો યાર.
આ આપણું જીવન કેટલું સુંદર છે.

મેઘધનુષ્ય ને જોઈએ ત્યારે આપણે આપર આનંદ ને અનુભવીએ છે, તો શા માટે તમે સ્વીકારી નથી શકતા પોતાના જીવન માં આવતા મેઘધનુષ્યના આ રંગો ને જે કહે છે, આ ક્ષણ કેટલી સુંદર છે.

વરસાદ માં નદી,તળાવ, કૂવા અને ખાબોચિયા ભરાઈ જાય છે,
જોયું છે ક્યારે કે...
નદી નું પાણી સતત વહેતું રહે છે તેથી તે પાણી આપણને સાફ જોવા મળે છે,
કેમ આપણે પણ આવા ના બનીએ.

અને આ ખાબોચિયા ના પાણી આપણા કપડાં બગાડે છે , પાણી બહુ ઓછું છે પણ એનો એક ચાંટો પણ આપણા સફેદ રંગ ના કપડાં ને ખરાબ કરી નાખે છે....
જ્યારે ખબર છે તો કેમ ના આપણે ખાબોચિયા જેવી વિચારસરણી લઈને ચાલતા લોકો થી દુર રહીએ,...
કેમકે આ કુદરત ના સ્વરૂપો કેટલાં સુંદર છે.

Gujarati Blog by Komal Mehta : 111945129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now