#લાગણીઓની સફરે
સેજલ રાવલ
છબછબ પાણીમાં છબછબિયાં કરતી'તી એક'દિ,
વરસતા વરસાદને એમ માણતી'તી હું કોક'દિ...
દિવસોય કેવા બાલીશ હતા,કાગળની નાવડી બનાવી,
પાણીમાં મૂકતી'તી હું એક'દિ,
વળી હરખાતી મલકાતી આભ સામે જોઈ,
આભાર ઈશ્વરનો માનતી'તી હું કોક'દિ...
નિશાળેથી છૂટતા જો તૂટી પડે તો પલળતા પલળતા,
ઘરે આવવાની મજા જ કંઈ ઓર હતી એક'દિ,
વરસતા વરસાદને એમ માણતી'તી હું કોક'દિ...
બાળપણની મજા જ એવી હતી એક'દિ,
બદલાઈ ભલે ગયા હોઈએ,છતાં સમય જતાં
એવા જ બાલીશ રહીશું એવું મેં મારી જાતને
કહયુ'તુ કોક'દિ...