ગાઢ અંધારામાં તીર, માર્યા નહી કરવાનું
પૂછી લેવાનું, હંમેશા ધાર્યા નહી કરવાનું
જાણ છે કે આપણે નથી જીતવાના ત્યારે
મેદાન છોડી દેવાનું, હાર્યા નહી કરવાનું
તમારુ મુલ્ય તમને ખબર હોવુ જોઈએ
જે કંઈ પણ મળે, સ્વીકાર્યા નહી કરવાનું
મથી લેવાનું, જે જોઈતું હોય એના માટે,
પાછળથી નસીબને ધુતકાર્યા નહી કરવાનું
- મુશાફર®