*કાલનિર્ણય*
દુનિયામાં બધું મળીને ૪૦ પ્રકારનાં કેલેન્ડર્સ છે. ભારતમાં વિક્રમ સંવત, શક સંવત, તમિલી,મલયાલી, બંગાળી, હિજરી તથા ઈસ્વી સન એમ કુલ ૭ છે. આ બધાં કેલેન્ડર્સ સમયમાપનની એટલે કે કાલગણનાની બાબતમાં એકમેક જોડે ટકરાય છે. દુનિયાની વાત જવા દો.
ભારતનાં સાત કેલેન્ડર્સ વચ્ચે પણ તારીખવાર ઉપરાંત વર્ષવાર મેળ બેસતો નથી. તહેવારોને લગતી તારીખ અને તિથિ વચ્ચેનો થયા કરતો બદલાવ મૂંઝવણ પેદા કરે છે.
૧૯૭૦ના દશકની શરૂઆતે જયંતરાવ સાલગાઁવકર નામના ખગોળજ્યોતિષીને તે મૂંઝવણનું કોઇક રીતે નિરાકરણ લાવવાનું જરૂરી લાગ્યું. ઈસ્વી સન મુજબના પશ્ચિમી કેલેન્ડર ને તથા હિન્દુ પંચાંગ ને સામટો ન્યાય આપતું સંયુક્ત કેલેન્ડર તેમણે ઘડી કાઢ્યું કેલેન્ડરનું નામ કાલનિર્ણય રાખ્યું. ૧૯૭૩માં પ્રથમ
આવૃત્તિરૂપે ૧૦,૦૦૦ નકલો છાપી ત્યારે કદાચ તેમને પોતાને કલ્પના નહોતી કે તેઓ અભૂતપૂર્વ તેમજ જગતભરમાં અજોડ મેગા-પ્રોજેક્ટનો પાયો
નાખી રહ્યા હતા.
https://www.facebook.com/share/p/2kJHCpJ5bvPBX5Di/?mibextid=oFDknk