Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આતંકવાદ થી સત્તાપ્રાપ્તિ સુધી

મિઝોરમ ૨૧,૦૮૦ ચોરસ કિલોમીટરનું રાજ્ય છે, પણ ૧૯૫૯માં તે આસામનો જિલ્લો હતું. જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ના રોજ નક્કી થયા મુજબ ઇશાનમાં પ્રજાસત્તાક ભારતનું એકમાત્ર રાજ્ય ૨,૨૧,૯૬૫ ચોરસ કિલોમીટરનું આસામ હતું. અરુણાચલ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય વગેરે તેના જિલ્લાઓ હતા. આસામમાં વર્ચસ્વ ત્યાંની મૂળ વતની અહોમ પ્રજાનું હતું.
1959 માં મિઝોરમમાં દુકાળ પડયો આફત ને પહોંચી વળવા સહાયની ગણતરી સાથે મિઝો જિલ્લા પરિષદના સભ્યોએ આસામ સરકાર પાસે રૂ।. ૧૫ લાખની સહાય માગી, પરિષદના અગ્રણી સભ્યો ખુદ નિવેદનપત્ર સાથે શિલોંગ ગયા. (આસામનું
પાટનગર ત્યારે શિલોંગ હતું, હાલ તે મેઘાલયનું પાટનગર છે.) આસામ સરકારે ૧૫ લાખની સહાય ફાળવવાનો ઇન્કાર કરી દીધો મિઝો જિલ્લા પરિષદના સભ્યો ખાલી હાથે પાછા ફર્યા. ઉપેક્ષા થયાને લીધે ગુસ્સામાં હતા.
પરિણામ અત્યંત ખરાબ આવ્યું. અહોમ સરકાર પ્રત્યે મિઝો લોકોને આમેય વાજબી રીતે ઘણો અસંતોષ હતો, કેમ કે સરકારી ખાતામાં તેમને નોકરી મળતી ન હતી. મિઝો પ્રદેશના મુખ્ય નગર ઐઝવાલમાં શિક્ષણની કે સ્વાસ્થ્યની પૂરતી વ્યવસ્થા નહિ. શિલોંગ સરકારે વીજળી, પાણી અને રસ્તાઓની પણ સુવિધા કરી ન હતી. આ બાબતોમાં મિઝો લોકો ૧૯૫૦થી અનાદર વેઠતા આવ્યા હતા અને તે સહી પણ લીધો હતો, પરંતુ તેમના માથે તોળાતા ભૂખમરાને પણ અહોમના વર્ચસ્વવાળી સરકારે અવગણ્યો તે હદ હતી.
સરકારના જડ વલણે તેમની ધીરજની પાળ તોડી નાખી.
મિઝો પ્રજાના અગ્રણી સભ્યોએ પહેલું કામ તો રાહતકાર્યોને એકસૂત્રે રાખવા Mizo National Famine Front/MNFF નામે સંગઠન સ્થાપ્યું, કુદરતનાં પરિબળો સામે તેમનો સંપ ભૂખમરાના સંજોગોને જરાતરા હળવા બનાવી શક્યો, પરંતુ લોકોએ વેઠવી પડેલી યાતનાઓ અગાઉની સરખામણીએ ખાસ ઓછી ન હતી.
આપત્તિ તેનો પ્રકોપ બતાવીને વીતી ગયા બાદ મિઝો પ્રજાના આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો. રાહતકાર્ય માટે રચવામાં આવેલા સંગઠને Mizo National Front / MNf નામના આંતકવાદી જૂથનું સ્વરૂપ પકડ્યું. હુલ્લડો અને હિંસા ફાટી નીકળ્યાં. આતંકવાદ મિઝો યોદ્ધાઓ અને સંરક્ષણ દળો વચ્ચેના આંતરવિગ્રહ જેવો બન્યો.
મિઝો નેશનલ ફ્રન્ટે મિઝો પ્રદેશનો ભારત સાથેનો છેડો ફાડી નાખ્યાની જાહેરાત કરી દીધી.
ઇન્દિરા ગાંધી ત્યારે વડા પ્રધાન હતાં. બગાવતની ઝુંબેશને કચડી નાખવા તેમણે શું ક્યું?
માર્ચ ૬, ૧૯૬૬ના રોજ ભારતીય વાયુસેનાનાં બે ફાઇટર જેટ મોકલી તેમણે મિઝો પ્રદેશ પર બોમ્બમારો કરાવ્યો. વાયુસેનાનું કામ પરદેશી આક્રમણો સામે ભારતના નાગરિકોનું રક્ષણ કરવાનું છે, જ્યારે અહીં નાગરિકો પ૨ તેણે સેંકડોના હિસાબે આગ ફેલાવે તેવા બોમ્બ ફેંક્યા. અનેક ઝૂંપડા અને લક્કડિયા આવાસો ભસ્ય બન્યા.
આ ‘પરાક્રમ’ બે હવાબાજોએ ક્યું. એકનું નામ રાજેશ્વર પ્રસાદ અને બીજા તે કુખ્યાત સુરેશ કલમાડી, જેમણે વર્ષો બાદ કોમન વેલ્થ ગેમ્સના ભ્રષ્ટાચાર બદલ ૧૦ મહિના સુધી જેલની હવા ખાધી.
આ પહેલાં તેઓ કોંગ્રેસી સંસદસભ્ય હતા.
ઇન્દિરાની કૃપાદિષ્ટમાં આવેલા રાજેશ્વર પ્રસાદ પણ કોંગ્રેસમાં જોડાયા અને ઇન્દિરાએ તેમને પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવવા રાજસ્થાન મોકલ્યા. રાજસ્થાનના કોંગ્રેસી આગેવાનોએ તેમનું નામ સાંભળ્યું નહોતું, એટલે ‘કોઇ પાઇલટ આ રહા હૈ' એવી વાત ચાલી અને રાજેશ્વર પ્રસાદ ત્યારની ઘડીએ રાજેશ પાઇલટ બન્યા તે બન્યા. સચિન પાઇલટ તેમના પુત્ર છે.
હાથે કરીને ખડો કરાયેલો મિઝો આતંકવાદ અંતે Mizo cord સાથે ૧૯૮૬માં શમ્યો. રૂ।. ૧૫ લાખના બદલામાં જાનહાનિના નામે કેટલી હદે કિંમત ચૂકવવાની થઇ?
1987 માં આસામથી અલગ થઈ મિઝોરમ ભારતનું 23મું રાજ્ય બન્યું.
મિઝોરમમાં થયેલી 1987 ની ચૂંટણીમાં Mizo National Front / MNf ના સંગઠને ચૂંટણી માં વિજય મેળવ્યો આતંકવાદ વડે સત્તાપ્રાપ્તિ નો તે પ્રથમ કિસ્સો હતો.
https://www.facebook.com/share/p/ZQPQQ48BFsxfmMkr/?mibextid=oFDknk

Gujarati Blog by Gautam Patel : 111943170
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now