કૃપા કરો પ્રભુ હું નાદાન છું નાસમજ છું,
માયા તારી જટિલ છતાં હું સરળ છું સહજ છું.
દુવિધા હવે મોટી છે પ્રભુ ક્યાં શોધું તને ને ક્યાં શોધું પ્રેમ,
ગોતી પણ લઉં સંસારમાં હોય એ તારી જેમ.
ઈશારો પણ તારો ને તારો જ ભક્તિ પથ,
નિભાવી ના શકો તો બતાવ્યું કેમ આશાનું રથ.
હવે ડૂબું આ ભવસાગરમાં કે જાઉં ભવસાગરને પાર.
મન પણ હવે થાકીને તૂટયું આ પાર કે પેલે પાર.