Gujarati Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો હૃદય અને મગજની જે દોસ્તી છે ને
એવી દોસ્તી દુનિયામાં બીજા કોઈની નથી.

પ્રેમ છે ને આંખોનો ખેલ છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ
આંખોને ગમી જાય એટલે હૃદયમાં ઉતરી જાય.

હૃદયમાં રહે એટલે હૃદય એને પ્રેમ કરવા લાગે. એના વિશે બધું સારું સારું વિચારવા લાગે. અને પોતાનામાં જે સારાપણું હોય એને બતાવવા લાગે.

કારણ પ્રેમમાં ખામી નથી દેખાતી
અને નફરતમાં ખૂબી નથી દેખાતી.

પણ જ્યારે કોઈ વ્યક્તિ તમને તકલીફ આપવા લાગે.
એટલે મગજ હૃદય પાસેથી એનો કબજો લઈ લે.

હૃદયને મગજ નથી( મગજ માં લાંગણી નથી )અને મગજને હૃદય નથી. હ્દય માં કોઈ ચાલાકી નથી )

કોઈ તકલીફ આપે મગજ એટલે
બધો ડેટા હ્દય પાસે થી લઇ લે .

એટલે હૃદય એ વ્યક્તિને પોતાના માંથી મગજમાં મોકલી દે. એટલે મગજ પછી એ વ્યક્તિનું બીજું પાસુ તપાસવા લાગે

નકારાત્મક પાસું એના વિશે શોધ કરવા લાગે. કે જો હદયને સકારાત્મક પાછા દેખાવશો તો યાદ કરીને દુઃખી થવા લાગશે.

જે વ્યક્તિ જેટલો પ્રેમ કરી શકે
એટલી જ નફરત પણ કરી શકે.

પ્રેમ અને નફરત એક જ સિક્કાની બે બાજુ છે.

એટલે ધીરે ધીરે વ્યક્તિમાં એ વ્યક્તિ પ્રત્યે નફરત પેદા
થતી જાય. અને પછી મગજ એ વ્યક્તિને ભુલાવી દે.

કારણ મગજને ખબર છે કે હ્દય ના
હોય તો આખું શરીર બંધ થઈ જાય.

જો હૃદય બંધ થઈ જાય
તો શરીર ખતમ થઈ જાય.

જ્યાં સુધી પાપ પુણ્ય ભોગવવાના છે
ત્યાં સુધી તેને આ પૃથ્વી પર રાખવાનું છે.

લી. "આર્ય "

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111942409
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now