રામનામ સત્ય હૈ એ મૃત્યુ પછી બીજા બોલે એના,
કરતા જીવતે જીવ આપણે બોલીએ તો કેવું સારુ.
નાત -જાત ઉચ- નીચ અમીર - ગરીબના ભેદભાવ,
ભૂલીને આપણે માનવ બનીને રહીયે તો કેવું સારુ.
જ્ઞાની -અજ્ઞાની, મૂર્ખ - ચતુર, આસ્તિક - નાસ્તિક, ની
જગ્યાએ આપણે સૌ વાસ્તવિક બનીયે તો કેવું સારુ.
ડરપોક -નીડર, કંજૂસ -ઉદાર, દુર્જન -સજ્જન ની,
જગ્યાએ ફક્ત ઈમાનદાર થઈને રહીયે તો કેવું સારુ.
આદર - નિરાદર , જય - પરાજય, યસ - અપયસ ની,
જગ્યાએ કોઈને મદદગાર થઈએ તો કેવું સારુ.
માયા - બ્રહ્મ, , દેવ - દાનવ, ઈશ્વર -ઇન્સાન ની,
જગ્યાએ શુદ્ધ આત્મા બનીને રહીયે તો કેવું સારુ.
લી. ચૌહાણ સુરજબા "આર્ય '