"પ્રભુ" તારી યાદમાં રડવાનું સુખ આપો,
તારા વિયોગમાં તડપવાનું સુખ આપો.
ના માગું તારી પાસે કોઈ સંસારનું સુખ
બસ હર ક્ષણ રહે આંખોની સામે તારું મુખ.
ક્ષણ સુખ આપે શૃંગાર સોના-ચાંદીનો,
પરમ સુખ અનુભવ થાય માળા રુદ્રાક્ષનો.
ના માંગુ મિત્ર ના સ્વજનોનો સાથ,
આશ એટલી કે હું તૂટુ ને પકડો મારો હાથ.
હવે સ્વીકારો પ્રભુ મારી એક અરજ,
જીવન હોય કે મૃત્યુ બનું તારી ચરણ રજ.
Zinal chaudhari - શિવને સમર્પણ