જ્યારે પણ લાગે તું છે મારી આસપાસ,
પ્રભુ, મારા માટે બને એ જ ક્ષણ ખાસ.
જ્યારે પણ વહે તારા વિરહમાં આસુંની ધાર,
પ્રભુ, લાગે મને બની ગયો સુખી મારો સંસાર.
જ્યારે પણ લોકોના વાગે શબ્દોના તીર ધારદાર,
પ્રભુ, એ જ પળે લાગે સ્મરણ તારું દવાદાર.
જ્યારે પણ લાગે તારા વિના આ જીવન શૂન્ય,
પ્રભુ, લાગે એક તારું જ "નામ- જાપ" પુણ્ય.