માનવી માનવીને પ્રેમ કરે એ તો સહજતાની વાત છે,
કોઈ ઈશ્વરને તો કરી જુએ એ તો દિવ્યતાની વાત છે.
પ્રેમમાં દગાની વાતો તો બહુ સાંભળી હશે,
ઈશ્વરને પ્રેમ કરી જુઓ દગા નું નામોનિશાન મટી જશે.
આમ તો દરેક ના જીવનમાં હોય છે એક હમસફર,
ઈશ્વરને સાથી બનાવી જુઓ આસાન બની જશે સફર.
હશે ચારે બાજુ તમારા પોતાના સ્વજનો,
ઈશ્વરને પોતાના બનાવી જુઓ વારો ક્યારેય ન આવે એકલતાનો
પ્રેમમાં મન તૂટયાનો અનુભવ તો એકવાર સહુને થયો હશે,
ઈશ્વરને મનમાં વસાવી જુઓ તમારો "વિશ્વાસ" બની જશે.