'એક ડાળના ફૂલ'
અમે તો છીએ એક જ ડાળના ફૂલ,
તમે કેવી રીતે આંકશો અમારા મૂલ.
ભાઈલો મારો રહે વંશવેલાનું નૂર,
બેની તો છે વંશવેલાનું કોહિનૂર.
લીલીછમ લાગણીનું ઉમટે છે પૂર,
ભાઈબહેન તો એક જ ડાળના ફૂલ.
જીવન બાગમાં છે અનોખા ફૂલ,
સીંચાઈ છે સ્નેહધારા ભરપૂર.
ભાઈબહેનના અમુલ્ય છે મૂલ
અમે તો છીએ એક જ ડાળના ફૂલ
બિંદિયા (તેજબિંદુ)