તમને ખબર છે આંધળો પ્રેમ એટલે શું?
તો તમે કહેશો કે કોઈ પ્રેમીપ્રેમિકા એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ હોય તો એને આંધળો પ્રેમ કહેવાય છે.
પણ ના હું એ વાત નથી માનતી. આંધળો પ્રેમ આ દુનિયામાં માત્ર એક જ વ્યક્તિ કરે છે અને એ છે "મા" બાળક જ્યારે માના પેટમાં હોય છે ત્યારથી તે પોતાના બાળકને પ્રેમ કરે છે જ્યારે એ બાળકનું મોઢું પણ એને જોયું નથી હોતું. ત્યારથી તે પ્રેમ કરે છે મા તેના માટે સારું એવું વાતાવરણ ઊભુ કરે છે. બાળકને પેટમાં જ સારું પોષણ મળે તેના માટે ન ભાવતું હોય એવું પણ જમે છે અને નવ મહિના પછી એ બાળક માટે આપણા શરીરના 22 હાડકા તૂટવા જેટલું દર્દ પણ સહન કરે છે કારણ કે આંધળો પ્રેમ કરે છે.