♥️એક વાત♥️
કહેવી છે એક વાત તને, પ્રિયે સાંભળને,
હું શું કહું! થોડીક આમ સમીપ આવને!
ઠંડી ઠંડી રાત ને આભલિયે ચાંદોય રૂડો!
તારી જોબનની સોડમાં મનેય સુવડાવને.
લાગણીભરી હુંફ ચાલ હું તનેય આપીશ,
તારા પ્રેમની શાલમાં હવે મનેય સમાવને.
મંદ મંદ વાયરો ધ્રુજાવી જાય છે અડકીને,
આહલાદક આ રાતને તુંય હવે મહેકાવને.
ના રાખ કોઈ બંધનમાં આમ તારા હોઠોને,
ભરીને ચુંબન મારા હોઠોને પણ બહેકાવને.
ખોવાઈ જઈ બન્ને સંગ યાદોના તાપણામાં,
લઇ આલિંગનમાં બસ પ્રેમ જ પ્રેમ રેલાવને!
બસ તારાથી જ પ્રેમ છે મને..