જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે
ઝરણાંનાં નિર્મળ જલ થી પરી થઈ તું આવે છે
કમળ ની સુંદર સુવાસ થી કોમળ થઈ તું આવે છે
જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે
ગીત ગુંજવતા પંખીડાને વાદળ છાવ મલકાવે છે
ઝાંઝર નાં ઝંકારે આ તો કવિ ભાન ભુલાવે છે
રાત્રિ નાં સથવારે સરખા અંજવાળા ફેલાવે છે
જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે
અલક મલક તી ચાલે તે એના જાંજર ને જંકારે છે
સ્મિત કરતી આંખોમાં એ પ્રેમ નો દીપ પ્રગટાવે છે
કોયલ નાં ટહુકાર થી એ તો ગીત ગુંજાવી જાણે છે
જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે
આંખ ના પલકારે તો પાપણ ભીંજાઈ આવે છે
ઝાંઝવાના નીર મારી આંખે ઉતરી આવે છે
દિલ કેરા દરિયામાં નવો ઉમંગ ઉત્સાહ આવે છે
જોબનવંતી નારી તારા ચરણો પથ ભુલાવે છે
લી.
દિપેશ પી. બોઘરા.
(કવિ, લેખક)
આપને મારી કવિતા પસંદ આવે તો મારી આ કવિતાને લાઈક કરજો અને કૉમેન્ટ જરૂર થી કરશો કારણકે આપની લાઈક અને કૉમેન્ટ થી મને પ્રોત્સાહના મળે છે.
આભાર...