એક મહિલાને સવારથી થોડું થોડું છાતીમાં દુખતું હતું. એને વિચાર આવ્યો કે કેમ છાતીમાં દુખતું હશે પાછું અચાનક થયું કે હજી રસોઈ બનાવવાની તો બાકી છે. પહેલા રસોઈ બનાવી નાખું પછી આરામ કરી લઈશ. સાંજનું કામ પતાવીને સુવાની તૈયારી કરતી હતી ત્યાં અચાનક જ પાછું છાતીમાં દુખવા લાગ્યું. તો તેને તેના પતિને કહ્યું મને છાતીમાં દુખે છે, તો પતિએ કહ્યું દવા લઈને થોડીવાર આરામ કર.
પછી તે સૂઈ ગઈ તો રાત્રે દુખાવો અચાનક જ વધી ગયો, તો એ સ્ત્રીને વિચાર આવ્યો કે હજી તો શાકભાજી સુધારવાનું બાકી છે સવારના ટિફિન માટે. બાળકોના અને પતિના કપડા પ્રેસ કરવાના પણ બાકી છે, અને ફ્રીજ સાફ કરવાનું પણ બાકી છે જો હું મરી ગઈ તો સવારે મારા બાળકો ભૂખ્યા રહેશે અને ફ્રીજ ગંદુ હશે તો લોકો શું કહેશે? કે આતો ફૂવડ હતી. એટલે એ ભગવાન મને મારતો નહી થોડાક દિવસ જીવવા દે. હું આગળના બાર દિવસનું કામ પતાવી દઉં પછી મને બોલાવી લેજે કેમકે મારા મર્યા પછી બાર દિવસ બધા લોકો અને મહેમાન આવશે. ઘર અસ્તવ્યસ્ત હશે તો કેમ ચાલશે? આ એક ગૃહિણીની કહાની છે. આને કહેવાય એક સ્ત્રીને મરવાનો પણ સમય હોતો નથી.