સિંહપુરૂષ ચંદ્રશેખર આઝાદને લગતી સાવ અજાણી ઘટના
ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ ના રોજ એક પુલિસ ટુકડીએ ચંદ્રશેખર અલાહાબાદના આલ્ફ્રેડ પાર્કમાં ઘેરી લીધા. આઝાદે રિવોલ્વર વડે પ્રતિકાર કર્યો. એક જ ગોળી છેવટે બાકી રહી ત્યારે તેમણે ગોરી હકુમતના હાથમાં પડવાને બદલે આત્મહત્યા કરી નાખી. કોઈ અજ્ઞાત સ્થળે પુલિસે એ શહીદના મૃતદેહને આત્મદાહ દીધો.
અજ્ઞાત સ્થળ કયું તે પ્રખ્યાત ક્રાંતિકારી રાજકીય નેતા
પુરષોત્તમદાસ ટંડનને જાણવા મળ્યું. (૧૯૬૧માં ટંડનને ભારતરત્ન વડે સન્માનિત કરાયા હતાં.) જાણકારી પ્રાપ્ત
થતાવેંત તેમણે પોતાના મિત્ર પંડિત શિવ નાયક મિશ્રાને તે
સ્થળે મોકલ્યા. મિશ્રા ત્યાં પહોંચ્યા. જોયું કે કેટલાંક અસ્થિનું દહન થયું ન હતું. મિશ્રાએ તે મેળવી લીધાં. ચંદ્રશેખર આઝાદના પાર્થિવ દેહને અગ્નિદાહ દેવાયેલો, પણ
ધાર્મિક સંસ્કારો કરાયા ન
હતા. પંડિત મિશ્રાએ તે વિધિ
યોજી અને પછી અસ્થિકુંભ
પોતાને ત્યાં મૂક્યો. વર્ષો બાદ
તેમણે એ શહીદ ભગતસિંહના
ભાઈ ફુલતારસિંહને સોંપ્યો.
ચંદ્રશેખર આઝાદની તે આખરી નિશાની આજે ઉત્તરપ્રદેશના લખનૌ સંગ્રહાલયમાં છે. સ્વતંત્રતા બાદની પેઢીએ
આવી ગૌરવગાથાઓ જાણવી રહી, પરંતુ સાવ ખાડે ગયેલી
શિક્ષણપ્રથાના વર્ચસ્વ વચ્ચે તેને જણાવે કોણ?
https://www.facebook.com/share/p/5ADktTq4k56RZKHM/?mibextid=oFDknk