જ્યારે ફોન ચાર્જ થઈ જાય તો ચાર્જર સ્વીચ ઓફ કરી દેવી જરૂરી છે. જો ફોન ચાર્જરમાંથી કાઢી લીધા પછી પણ સોકેટની સ્વિચ ચાલુ રાખો છો તો તેનાથી વીજળીનો વપરાશ થતો જ રહે છે સાથે જ કેટલીક વખત બ્લાસ્ટ પણ થઈ શકે છે. જો અચાનક સ્પાર્કિંગની સમસ્યા થાય તો આ સ્થિતિ ખૂબ જ ખરાબ સ્વરૂપ ધારણ કરી શકે છે. તેથી હંમેશા ફોન ચાર્જ કર્યા પછી ચાર્જરને સોકેટમાંથી અલગ કરી સ્વિચ બંધ કરી દો.