મારી પ્રથમ નવલકથા "એક હતી કાનન..." ને વધાવી લેવા બદલ મારા સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર.Team Matrubharti" કે જેણે મારી નવલકથા ને સ્થાન આપ્યું તેનો ખાસ ઋણી રહીશ.
માતૃભારતી ના વાચકમિત્રો કે જેણે મારા પ્રથમ પ્રયત્ન ને દિલથી વધાવ્યો તે સર્વેનો હૃદયપૂર્વક આભારી છું
સમગ્ર વાર્તા દરમિયાન મને "ધૈર્યકાન્ત" નું લેબલ ચિપકાવી રાખનાર અને કંટ્રોલ માં રાખનાર અર્ધાંગિની કાલિન્દી એ મારી પ્રથમ વાચક તરીકેની ભૂમિકા નિભાવી.
હું લેખક છું એટલે ગુજરાતી ભાષા પર મારું પ્રભુત્વ છે એવો "ફાંકો" સાયન્સ સ્ટુડન્ટ રહેલી મારી પુત્રી જલજા ધોળકિઆ એ પ્રૂફ માં અને કન્ટેન્ટ માં ઘણી બધી ભૂલો કાઢી ઉતાર્યો.
મારી વાર્તા ની સપોર્ટ સિસ્ટમ સમાન મારી મોટી બહેન માતંગી,દીકરીને જીવની જેમ સાચવી ને બેઠેલા જમાઈ રિપલ અને ભુજ ખાતેની "લોકલ દીકરી" એન્જલ ધોળકિઆ નો આભાર.
આમ તો મૂળ ત્રીસ વર્ષ પહેલાં લખાયેલી આ નવલકથા માં ઘણા બધાં નું પ્રોત્સાહન સંકળાયેલું છે.પણ આ નવલકથા ની પ્રેરણામૂર્તિ કે જે અત્યારે સંપર્ક માં નથી એવાં "ક્રાન્તિ દીપ" નો ખાસ ખાસ આભાર કે જેણે પોતાની જીવન કિતાબ નાં થોડાં પાનાં ખોલી મને લખવા માટે દિશા ચીંધી.
ફરી એક વાર સર્વે પ્રોત્સાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
- રાહુલ વોરા