Gujarati Quote in Tribute by Gautam Patel

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી✍️🇮🇳👳

બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે નવેમ્બર, ૧૮૭૫માં ‘વંદે માતરમ્’ લખ્યા પછી બંગાળ પર દેશભક્તિનું અને દેશદાઝનું જબરદસ્ત મોજું ફરી વળ્યું. મોજાને બદલે તોફાની મહેરામણ કહી શકીએ.
એક તરુણને ક્રાંતિનો એવો જુસ્સો ચડ્યો કે શાળામાં ૮મું ધોરણ પાસ કર્યા પછી અભ્યાસમાં તેણે રસ ગુમાવી દીધો. કોઇ અંગ્રેજ નજરે ચડે કે તરત બીજી જ ક્ષણે તેનું લોહી તપી નીકળવા લાગતું હતું. ક્રાંતિના જુવાળે છેવટે તેની ધીરજની પાળ તોડી નાખી. એક પછી એક ક્રાંતિકારીને અન્યાયપૂર્વક જેલભેગો કરતો મુઝફ્ફરપુર જિલ્લાનો અંગ્રેજ ન્યાયધીશ ડગ્લાસ કિંગ્સફોર્ડ એ તરુણની દાઢમાં આવ્યો અને તેણે પોતાના મિત્ર સાથે મળી એ ગોરા મેજિસ્ટ્રેટને ફેંસલો લાવી દેવાનું નક્કી ક્યું.
હુમલાનો દિવસ એપ્રિલ ૩૦, ૧૯૦૮નો નિધાર્યો. મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ રોજ ઘોડાગાડીમાં અદાલતે જવા નીકળતો હતો. ઘોડાગાડી શાનદાર દેખાવવાળી હતી, માટે ઓળખી કાઢવાનું સહેલું હતું. કમનસીબે તરુણ અને તેનો મિત્ર થોડીક ગફલત કરી બેઠા, જેમાં તેમનો દોષ ન હતો. ઘોડાગાડીનું આગમન થતું તેમણે જોયું અને સહેજવાર પછી તે બિલકુલ સીધમાં આવી ત્યારે તેમણે બોમ્બ ફેંક્યો. ઘોડાગાડીના ફૂરચા નીકળ્યા અને તેમાં રહેલી બે અંગ્રેજ મહિલાઓ બોમ્બના ધડાકામાં મૃત્યુ પામી. ઘોડાગાડી દેખાવે બિલકુલ એવી કે જે ડગ્લાસ કિંગ્સફોર્ડ વાપરતો હતો.
અંગ્રેજોનો પગાર ખાતા, પરંતુ અંગ્રેજોના ગુલામ દેશનું નમક ખાતા ભારતીય પુલિસ કોસ્ટેબલોએ તરુણને પકડ્યો, જ્યારે તેનો સાથી ભાગી છૂટવામાં સફળ થયો હતો. ગિરફ્તાર તરુણ એટલે ખુદીરામ બોઝ, જેનું કારાવાસમાં પુષ્કળ શારીરિક દમન કરાયા છતાં બચી નીકળેલા સાથી મિત્રનું નામ તેણે જણાવ્યું નહિ. ઑગસ્ટ ૧૧, ૧૯૦૮ની સવારે ખુદીરામ બોઝે ‘વંદે મારતમ્’ના નારા સાથે ફાંસીએ લટકવાનું થયું
એ વખતે વય માત્ર ૧૮ વર્ષ
હતી,
ખુદીરામ બોઝના ક્રાંતિકારી સહયોગીનું નામ
પ્રફુલ્લ ચાકી ખુદીરામની વય ૧૮ વર્ષ, તો પ્રફુલ્લ ૨૦ વર્ષના હતા. બંકીમબાબુના ‘વંદે માતરમ્’ ગીતે તેમના પણ હૃદયમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી હતી. ઘોડાગાડી પર બોમ્બ ફેંક્યા
બાદ શક્ય એટલા દૂર જતા રહેવા માટે તેઓ મોકામઘાટ
રેલવે સ્ટેશને પહોંચ્યા, પણ ત્યાં નંદલાલ બંદોપાધ્યાય નામના પુલિસ ઓફિસરે તેમને ઓળખી કાઢયા અને તેમની ધરપકડ માટે તાબડતોબ બે કોસ્ટેબલોને બોલાવ્યા. ક્રાંતિકારીએ પકડ છોડાવા માટે ઘણું જોર લડાવ્યું, પરંતુ ત્રણ જણાના સંયુક્ત બળ સામે તેઓ લાચાર હતા. બાથંબાથી દરમ્યાન સહેજવાર હાથ મુક્ત થયો કે તરત તેમણે ખિસ્સામાંની રિવોલ્વર કાઢી
અને પોતાના લમણે તાકીને
આત્મહત્યા કરી નાખી. પ્રફુલ્લ ચાકીનું બીજું નામ દિનેશ રે હતું.
અસલી નામ પ્રફુલ્લ કે પછી
દિનેશ તે ત્રણ દેશદ્રોહી પુલિસ અમલદારો નક્કી કરી
શક્યા નહિ, એટલે તેમણે
પુલિસખાતાના ગુનાશોધક તપાસકારો માટે પ્રફુલ્લ ચાકીનું માથું કાપી લીધું. ભયંકર હદની તે પાશવતા હતી અને માતૃભૂમિ પ્રત્યે અક્ષમ્ય હદની ગદ્દારી હતી. મોકામઘાટથી શહીદ ચાકીનું મસ્તક કલકત્તા મોકલવામાં આવ્યું. ઇન્ટેલિજન્સ બ્યૂરોની ઓફિસ ત્યાં લોર્ડ સિંહા રોડ પર હતી. પ્રફુલ્લ ચાકી ‘અપરાધી’ તરીકે ઓળખાયા બાદ તેમનું મસ્તક ઇન્ટેલિજન્સ બ્યૂરોના જ પ્રાંગણમાં છેવાડાના ખૂણે દફન કરી દેવામાં આવ્યું. ઘણા વખત પછી મસ્તક બહાર કાઢવામાં આવ્યું. સ્વાભાવિક કે ફક્ત ખોપરીના સ્વરૂપે હતું. ખોપરી કલકત્તાના લાલ
બઝાર ખાતે આવેલા રેકોર્ડ રૂમ' માં જાળવણી માટે મોકલી દેવાયા બાદ તે ફરી ક્યારેય જોવા મળી નહિ. આજની પેઢીના કેટલા સભ્યો બંગાળના એ ક્રાંતિકારીએ આપેલા બલિદાન અંગે વાકેફ હોય તે શી ખબર.
https://www.facebook.com/share/p/pXpP6xEkBYyAFRM5/?mibextid=oFDknk

Gujarati Tribute by Gautam Patel : 111939265
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now