*ધબકાર વગરનો શું કરે ❓*
_____________________
મુજ શ્વાસમાં તે શ્વાસ ભર્યો, એ પ્રાણ તો ચાલ્યો ગયો
જે પ્રાણમાં તે પ્રાણ ભર્યા, તે શ્વાસ તો ચાલ્યો ગયો,
જીવ રહી ગયો એકલો, હવે ધબકાર વગરનો શું કરે ❓
મુજ પગલા ઉપર તુજ ડગ પાડી, કેડી નવી કરી લીધી,
એ માર્ગ પર ચાલતા ચાલતા, તુ જગ ત્યાગી ચાલી ગઇ,
મંજીલ વગરના માર્ગ પર, હવે સૂની કેડી શું કરે ❓
માગ્યા વગર બધું મળી જતુ , હરખ જેનો થાકતો નહીં ,
ભોજન સદાયે યાદ રહયુ, ને પિરસનાર ચાલી ગઇ,
મીઠાસ હવે બધી અધૂરી રહી, થાળી બિચારી શું કરે❓
લગ્ન ના ચાર ફેરા ફરી, જીવનમાં બહારો ભરી ડોલી સજી,
મહેકતી વંસતમાં જ, પાનખર અચાનક સરી પડી,
યાદોની ફોરમ બિચારી, એકલી અટૂલી શું કરે❓
જીંદગીને એકલી મૂકી જ્યાં જીંદગી એકલી ચાલી ગઇ,
અરમાનો બધા અધૂરા મુકયા , હવે આંસુ બિચારા શુ કરે ❓
*_જયવંત બગડીયા / કવિરાજ*