બાળકો વૃદ્ધ થઇ રહ્યા છે,
અને વૃધો ને યુવાન થાવું છે.
મંદિરે જવાનો સમય નથી માતાઓ,
પાસે પાર્લરમાં તૈયાર થવા જાવું છે.
સ્કૂલનો સમય સવાર નો છે,
ડબા માં નાસ્તો બહાર નો છે.
વરસાદમાં પલળવાથી શરદી થઇ જાય,
બેટા બાથરૂના ફુવારામાં સૌને નહાવું છે.
ધૂળમાં રમીએ તો છીંકો આવે,
કુરશી પર બેસીને સૌને ખાવુ છે.
તડકે ચાપડી બળે છે એસીની,
ઠંડી માં હાડકા નબળા પડે છે.
સૂર્યના તાપમાં કપડાં સૂકવે તો રંગ બળે છે,
વોશીગમશીનમાં દુષ્ટ બેક્ટેરિયા ક્યાં મરે છે.
ઘી, દૂધ, દહીં, મધ, સાકર, આ પાંચ અમૃત છે,
છતાં હવે લોકોના ગળાથી નીચે ક્યાં ઉતરે છે.
દેશી ખાવાનું છોડીને માનવી સુધરેલ થઇ ગયો છે,
શરીર સાથે ચેડા કરીને હોસ્પિટલોના બિલ ભરે છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "