ડુબી જવાનું આવડયુ.
તરતા ન આવડયુ.
રોઇ રોઇ ને જીવન જીવ્યા.
મરતાં ન આવડયુ.
મોજ, મસ્તી માં જીવન વિતાવ્યું.
આત્મા નું સુંદર ગણિત ગણતાં ન આવડયુ.
ધમપછાડા જિંદગી માં ખૂબ કયૉ.
અંત સમયે મરતાં ન આવડયુ.
મંઝિલ તો હોય છે,
માત્ર! ધર થી સ્મશાન સુધી,
ધાટ માનવ જીવન નો,
ઘડતા ન આવડયો.