મારાં ઘરની હાલત ભલે જર્જરીત હોય,
છતાં છાપરા માંથી અમૃત ટપકે છે.
તારા આલીસાન મહેલના ધાબા,
માંથી રક્તની સરિતાઓ ખાબકે છે.
મારાં સાત્વિક ભોજન,
માંથી અમૃત રસ ઝરે છે.
તારા તામસી ભોજન માંથી,
રક્તના ટપકાં પડે છે.
મારા સાદો પહેરવેશ ક્યાં,
કોઈના જીવ હરે છે.
તારા રેશમી કપડાં માટે,
કેટલાય કિડા મરે છે.
લી." આર્ય "