50 વર્ષ ના લગ્ન જીવન ની શુભેચ્છા.
જીદગી ના કિનારે બેઠા બેઠા, પણ ઉડે છે ખુશી ની ધારા,્
સાગર ના પેટાળ થી જોઇએ ,એ અનુભવ ના મોતી પારા,
શુભેચ્છા આપતા આપતા ,માંગુ તમારી જીવન ગાથા.
આ અમારા યુગ ની વાત કહુ તો, ત્રણ વર્ષ નો પ્રેમ રોગ
ને સાત વર્ષ વહે છે , સુખી લગ્ન જીવન ની ધારા,
બાકી ના વર્ષો ,ઝગડા- કંકાશ અને હુ- હુ મા પૂરા કરે
આ જીવન ના પારા, આ જીવન ની ધારા..
હવે કાકા કાકી કહે છે ;
પ્રેમ ભર્યા એ લગ્ન જીવન મા ભરી છે ફરજ તણી એ માળા
શુ છે મારૂ - શુ છે તમારૂ , લગ્ન પછી બધુ છે સહીયારુ
સુખ છે તમારૂ દુ:ખ છે મારૂ , આ સુખી જીવન નુ ચાવી તાળુ,
ઉટી કહો કે, કહો સિમલા, અહીં જ છે સ્વિઝરલેન્ડ અમારૂ,
જયવંતભાઇ બગડીયા /કવિરાજ
્