Gujarati Quote in Thought by બદનામ રાજા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા મનની ડાયરીમાં ઘણું બધું કેદ છે જે કદાચ એક દિવસ આપણી સાથે નાશ પામશે. એ વાતો જે ક્યારેય આપણે કહી નથી શક્યા, એ શબ્દો જે ક્યારેય બીજાના મનના છેડા સુધી પહોંચી નથી શક્યા અને આ શબ્દો ફકત મનના કોરા પાના પર નોંધાતા રહ્યા.એક દિવસ આ દેહની સાથે એ પાના પણ બળી જશે, જે કોઈ સભ્યતાના ખોદકામમાં પણ દટાયેલા નહિ મળે.

કયારેક લાગે છે કે હૃદયના મૌનને પણ સાંભળવું જોઈએ.થોડા સમય પછી મન ખોટા આશ્વાસન આપવાનું બંધ કરી દે છે. ઘણી વખત આપણા માટે એ સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ હોય છે કે 'બધી પ્રાર્થનાઓના નસીબમાં પૂર્ણ થવાનું નથી લોગ હોતું.મનમાં ઉકળતી વેદનાઓ અમુક સમય પછી ઠંડી થયેલી વેદીમાં બળતી રાખની જેમ દટાઈ જાય છે. જે આપણી ભીતર મનને દઝાડ્યા કરે છે. પીડાઓ સંભળાવવા માટે કોઈને કોઈ મળી જ રહે છે પરંતુ પીડાઓ... પીડાઓ હંમેશા અસ્પષ્ટ અને અસંખ્ય રહી છે.

કયારેક તમારી પાસે કોઈ નહીં હોય એ પીડાઓ વહેંચવા કે જે તમને અંદરથી ખોખલા બનાવી રહી છે. કયારેક તમારી પાસે એટલી પણ હિમ્મત નહી હોય કે તમે તમારા મિત્ર કે મનગમતા વ્યક્તિને કહી શકો કે, “દોસ્ત, પ્લીઝ થોડી વાર માટે રોકાઈ જાને, મને એકલા રહેવાનું મન નથી થતું” ઘણી વાર પ્રયત્નો કર્યા પછી પણ દરેક વખતે તમારી નિરાશા વધી જશે અને તમે ઈચ્છો કે કોઈ તમારી પાસે બેસીને તમારા ખભા પર હાથ મૂકીને કહે કે "કેટલાક સપના તૂટે છે એનો અર્થ એ નથી કે બધું જ છૂટી રહ્યું છે".

જીવનના ઉંબરે પર ઉભા રહીને તમને થશે કે કોઈ તમારી આંગળી પકડીને તમને સાચો રસ્તો બતાવે પરંતુ, ઈચ્છિત વસ્તુઓ મળવી એ હંમેશા તમારા નસીબમાં નથી હોતું.મારે તને એટલું જ કહેવાનું છે કે દોસ્ત… કે ઘણી વખત તારે જાતે જ તારી હિંમત વધારવી પડશે, તારે પોતે જ તારી તૂટેલી આશાઓનો છેલ્લો સહારો બનવું પડશે, દરેક નિષ્ફળતા પછી તારે પોતાની અંદરથી હિંમત શોધવાની રહેશે બીજી નિષ્ફળતાનો સામનો કરવા માટે.
કદાચ તે દિવસે તમે સમજી શકશો કે ક્યારેક ભીતરના અસ્તિત્વ માટે એના વિકાસ માટે દુઃખ પણ જરૂરી જ છે.
જાણું છું કે કોઈની સામે દુઃખ વહેંચવાથી તમને થોડી રાહત મળે છે, પરંતુ જાની કેટલાક દુ: ખોના હિસ્સે નથી આવતું વહેંચાવવું. તે દુઃખ તો ફક્ત આપણા હૃદયમાં જ ધરબાયેલા રહી જાય છે...

Gujarati Thought by બદનામ રાજા : 111936590
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now