વિરહની વેદના કોઈ હીર-રાંજાને ના પૂછશો,
પૂછજો મારા કાનુડા ને કે રાધા વગર કેમ જીવાય?
આદમ્ય પ્રેમની ઝંખના જીવન લીર લીર બનાવે,
પૂછજો કોઈ મીરાંને કે કાનુડા પાસે કેમ જવાય?
જીવન જંખના જેની લગની લાગી આવે મનમાં,
પૂછજો એ સતીને તે પ્રેમ આગમાં કેવી રીતે બળી જવાય?
વાટ જોવાને વિરહ કહેતા હો તો થોભી જજો,
પૂછજો આ હાલ્યા ને પથ્થર બનીને વાટ કેમ જોવાય?
પ્રેમ વિરહ બે પાસા જે ભવની બાળે લગનમાં,
પૂછજો એ દેવકીને કે વિરહમાં પ્રેમ કેમ કરાય?
#Pain