Anxiety (અસ્વસ્થતા), concern (ચિંતા), Restlessness (બેચેની), overbearing (ગભરામણ) આ બધા જ શબ્દો એવા છે જે તમારા જીવનના દરેક ઉતાર ચડાવમાં જોવા મળે છે અને હા depression (હતાશા) પણ તમારા જીવનના અમૂલ્ય સમયને નીચોવીને ખાઈ જાય છે...પણ આ બધું જ આપણે સુખમાં હોઈએ ત્યારે, તમે જેને પ્રેમ કરતા હોય એ તમારું મન ગમતું પ્રિય પાત્ર પાસે હોય ત્યારે, તમારા જીવનમાં બધું જ સારું ચાલી રહ્યું હોય ત્યારે આ એક પણ શબ્દો આપણને ઇફેક્ટ નથી કરતાં પરંતુ આ જીવન છે એમાં બધું રોજ એકસરખું તો નથી જ ચાલવાનું, દુઃખ પણ આવવાનું છે, તમે જેને પ્રેમ કરો છો એની સાથે તમારે રોજ સરખું ચાલતું હોય એવું પણ નથી થવાનું, ક્યારે તમારો જઘડો થશે, રીસાય જસો, એની પર ગુસ્સે પણ થશો અને આ બધા જ કારણોથી તમે અંદરથી ઘુંટાશો, Anxiety (અસ્વસ્થતા), concern (ચિંતા), Restlessness (બેચેની), overbearing (ગભરામણ) અને depression (હતાશા) આ બધામાં તમે આવી જશો....ના તમને કઈ ખાવાનું ભાવશે, ના કોઈની સાથે વાત કરવી ગમશે, બસ બધા પર ગુસ્સે જ થયા કરશો......પણ આવું ક્યાં સુધી.....જ્યા સુધી તમારા પાર્ટનર સાથે તમારુ ફરીથી જેવું હતું એવું ના થઈ જાય (patch up), તમારા જે દુઃખો છે e દૂર ના થઈ જાય ત્યાં સુધી...પણ તમારે આ બધા જ ઉપરના શબ્દોમાં થી તો નીકળવું જ પડે છે....અને આ સમય એટલો કપરો હોય છે ના પૂછો વાત...માણસ ને કાંઈ ભાન હોતું નથી, એ સું કરી રહ્યો છે એ પણ એને ખબર નથી હોતી...અમુક લોકો ને સહન ના કરી શકતા હોય તો suicide (આત્મહત્યા) પણ કરતા હોય છે...પરંતુ જો આમાંથી બહાર તમારે નીકળવું હોય તો તમારે પોતાની જાત ને સમય આપવો પડશે, તમારુ મનને ક્યાંક વ્યસ્ત રાખવું પડશે, કયાંક ને કયાંક બીજી પ્રવૃતિ કરવી પડશે કારણ કે સમય જતાંની સાથે બધું જ ઠીક થઈ જવાનું છે...અને આ તો જીવન છે આ તો બધું ચાલ્યા જ કરવાનું છે.....ને એક દિવસ પંખી ને જેમ પણ આપડે ઉડી જવાના છીએ તો આમાંથી બોધ મેળવવો જોઈએ અને આમાંથી અનુભવ મેળવીને જીવનની રેસમાં આગળ વધવું જોઈએ.....