Gujarati Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અત્યારના ઘણા ખરા લોકો મહદ અંશે ડિપ્રેશનમાં હોય છે. ઘરમાં એક નાનું બાળક હોય અને બીજાનો આગમન થાય એટલે આગળનું જે બાળક હોય તે ડિપ્રેશનમાં જતું રહે છે. પ્રેમમાં વિયોગ સહન ન થાય તો પણ વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે. કોઈને કારમો આઘાત લાગે તો પણ વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે. તો મિત્રો આમાં આપણા શરીરની રચના પણ મુખ્ય ભાગ ભજવે છે. આપણા શરીરમાં ત્રણ નાડી હોય છે. આમ તો ઘણી નાડી હોય છે પણ મેઇન ત્રણ નાડી હોય છે. ઈડા, પિંગળા અને સુસુમના. મિત્રો ઈડા અને પિંગળામાં વાયુ ચાલે છે પ્રવાહી ચાલે છે. ઈડા અને પિંગળા નાડી સક્રિય હોય છે જ્યારે સુસુમના નાળી નિષ્ક્રિય હોય છે. તેને સક્રિય કરવાના ત્રણ તરીકા છે. યોગ, ધ્યાન અને શક્તિપાત એટલે કે દેવી શક્તિ દ્વારા કે કોઈ સમર્થ ગુરુની શક્તિ દ્વારા તે નાડીને જાગૃત કરી શકાય છે. સુસુમણા નાડી આપણા મૂળાધાર ચક્ર પાસે હોય છે. સાત ચક્રોમાંથી પસાર થઈને બ્રહ્મ્રંધમાં પહોંચે જ્યારે બ્રહ્મનંદમાં થી પસાર થઈને માઈન્ડમાં પ્રવાહી પહોંચે ત્યારે તે પ્રવાહી પાછો આપણી નાભીમાં ઉપરથી પ્રવાહી રૂપે પડે. આ પ્રક્રિયાને કુંડલીની જાગરણ કહેવામાં આવે છે. કુંડલીની જાગૃત થાય એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. 1000 માંથી 25 વ્યક્તિઓની કુંડલી જાગૃત થાય છે. અમુક વ્યક્તિઓની એક્સિડન્ટલી કુંડલી જાગૃત થઈ જાય છે. કોઈ આઘાત લાગે, પ્રેમમાં નિષ્ફળતા મળે, કોઈ વધારે પડતા પૈસા કોઈ જોઈ જાય ત્યારે કુંડલી એકસીડેંટલી જાગૃત થઈ જાય છે. કુંડલી એકસીડન્ટલી જાગૃત થાય તો શરીર તેની ઊર્જા સહન નથી કરી શકતું એટલે તે વ્યક્તિ ગાંડા જેવી હરકતો કરવા લાગે છે કરવા લાગે છે. ડોક્ટર પાસે તે વ્યક્તિને લઈ જવામાં આવે ત્યારે ડોક્ટર તે સુસમના નાડીમાં સોટ આપે છે એટલે પ્રવાહી બળી જાય છે અને ઉપર ચડતું અટકી જાય છે, જે વ્યક્તિની કુંડલી જાગૃત થતી હોય ત્યારે તેને બહુ ડરાવના અનુભવો માંથી પસાર થવું પડે છે. 6 ચક્ર સુધી શક્તિ નો અવાજ સંભળાય છે. મેં જ્યારે સાતમા ચક્રમાં પહોંચે ત્યારે ભગવાન શિવનો અવાજ સંભળાય છે. સંપૂર્ણ કુંડલી જાગૃત થઈ જાય તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. મારી કુંડલીની 2011 થી જાગૃત થતી હતી જેને સંપૂર્ણ જાગૃત થતા 12 વર્ષ લાગ્યા. જેની કુંડલીની જાગૃત થાય તેનો મોક્ષ થઇ જાય છે કારણ કુંડલીની જાગૃત થયા પછી જીવને સંસાર માં થી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. કુંડલીની જાગૃત થતી હોય ત્યારે પણ વ્યક્તિ ડિપ્રેશન નો અનુભવ કરે છે. પણ પછી સંપૂર્ણ જાગૃત થઈ ગયા પછી તે આપમેળે બરાબર થઈ જાય છે. ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનો સૌથી સરળ રસ્તો છે અને એ છે નિયમિત રામાયણ નું પાઠ કરવું. અને ગાયનો દૂધ પીવું ગાયનું દૂધ અને રામાયણ તમને ડિપ્રેશન માંથી બહાર લાવવામાં ચોક્કસ મદદ કરશે.કોઈ વ્યક્તિની કુંડલીની જાગૃત થતી હોય ત્યારે તે વ્યક્તિને નિંદરમાં માથા પર ડ્રિલ મશીન ચાલુ હોય એવું અનુભવ થાય છે. અને નીંદરમાં મંત્રોચ્ચાર સંભળાય છે. ગ્રીન પ્રકાશ પણ દેખાય શકે છે. શરીર પર કઈ ફરી રહ્યું હોય એવું અનુભવ પણ થાય છે. પેટમાં કીડીઓ ચાલતી હોય એવો અનુભવ પણ થાય છે. તમને કોઈને પણ આવું અનુભવ થતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું આના વિશે આગળના લેખમાં સંપૂર્ણ માહિતી આપીશ તો જેને પણ રસ હોય તે વાંચતા રહેજો આપણા ભારતનો પ્રાચીન યોગ છે કુંડલીની યોગ.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Depression

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111935556
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now