જે પણ ઘટના બનવાની હોય છે મારા પરિવારમાં તે મને આગળથી સપનામાં ખબર પડી જાય છે
હમણાં અઠવાડિયા પહેલા મને સ્વપ્ન આવ્યું હતું કે કોઈકને માથામાં લાગી જાય છે અને લોહી નીકળે છે
સપના મા મને ચહેરો નતો દેખાણુ ફક્ત માથાનો ભાગ જ દેખાણો તો એટલે હું નક્કી ના કરી શકું કે કોને લાગશે
અને કાલે મારો નાનો દિકરો બાથરૂમમાં પડી ગયો એટલે એના માથાના ભાગમાં લાગ્યો અને લોહી નીકળ્યું એને હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતું પાટો બાંધવો પડ્યો
જ્યારે આવી ઘટના બને ત્યારે મને ખુદને પણ નવાઈ લાગે છે
કે શું પહેલાથીજ નક્કી હોય છે કે આપણી સાથે આ ઘટના બનશે ?
અને જે ઘટના બની નથી એ ઘટના કઈ રીતે જોઈ શકીએ છીએ આપણે
એ મને ખબર નથી પડતી. લી. "આર્ય "