શાંતિને પામવા આવ્યા અમે સાગર કિનારે.
ગરમીને ડામવા આવ્યા અમે સાગર કિનારે.
કોઈ સ્નેહીજન સમો આવકારે ઊછળી એ,
નિસર્ગને માણવા આવ્યા અમે સાગર કિનારે.
શીતળ વાયુ વિંઝે આગંતુકનું સ્વાગત કરીને,
દૂરી વર્ષા જાણવા આવ્યા અમે સાગર કિનારે .
ધવલ મખમલ સમાં નીર કિનારાને એ ધરતો,
સૂર્યાસ્ત નિહાળવા આવ્યા અમે સાગર કિનારે.
ઘૂઘવાટ કરીને જાણે સૌને આવકારતો અબ્ધિ,
પ્રકૃતિ મનમાં ભરવા આવ્યા અમે સાગર કિનારે.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.