ઇન્સાન માત્ર ભૂલને પાત્ર"
મિત્રો ઈમાનદારી, બહાદુરી, અને સંસ્કાર એ લોહીના ગુણ છે. એ તમારા વારસામાં હોય તો આવે. સંસ્કાર ને આવતા એ પેઢીઓ લાગે અને જતાએ પેઢીઓ લાગે. જમાનો ગમે એટલો ફોરવર્ડ થાય સંસ્કાર, ઈમાનદારી, અને બહાદુરી પૈસા થી ના મળે.
તમે" કામ ને પૈસાથી ખરીદી શકો, પ્રેમ થોડો પૈસાથી મળે"
મિત્રો જે કુદરતી વસ્તુઓ છે એ પૈસાથી નથી મળતી. તમે ગમે એવુ મોંઘુ સેટી વસાવો કે કિંમતી ગાદલો અને રજાઈ લાવો મીંઠી નિંદર એતો કુદરતની દેન છે, ને ગરીબ ઝુંપડામાં પણ ચેન થી સુઈ જાય છે. પૈસાદાર નિંદરની ગોળીયો ખાય ત્યારે નિંદર આવે છે.ગરીબને જે પણ ખાવા યોગ્ય મળે તે ખોરાક પચી જાય છે. પૈસાદાર ને ભૂખ લાગે એના માટે પણ ગોળી ખાવી પડે છે. ખોરાક પચવવા માટે પણ ગોળી ખાવી પડે છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "