..." વેદના વિરહની"
પહેલાં તો સુખ ચેન લૂંટ્યું 'તું મારું;
પછી કંઈક મારાંમાં ખૂટ્યું 'તું મારું;
ને કેવું આ ઉઠ્યું છે તૂફાન મઝધાર?
કે મારામાંથી કોઈ છૂટયું 'તું મારું;
એ આંખોથી ચોક્કસ વહ્યાં' તાં આંસું,
ખરેખર હૃદય આજ તૂટ્યું 'તું મારું;
નહોતાં નસીબમાં જ શું એ અમારાં?
કહો શું નસીબે આ ફૂટયું 'તું મારું?
નહોતી કસર કોઈ પ્રેમમાં મેં રાખી,
પછી કેમ મારાથી રૂઠ્યું 'તું મારું?
બધી વેદનાઓ વિરહની મળી મને,
કહો 'વ્યોમ' એવું શું ખૂટ્યું 'તું મારું?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), રાપર.