તમે જે બીજાને આપશો એ તમને વ્યાજ સહિત
પાછુ આપશે આ કુદરત નો નિયમ છે
કોઇ બીજાને ખુશ કરવા માટે રડી લે છે તો કોઇ
બીજાને રડાવી ને ખુશ થઇ જાય છે
કોઇ બીજાને ખુશી આપી ને મલકાય છે તો
કોઇ બિજાની ખુશી પડાવીને હરખાય છે
કોઇ ફાટેલા કપડાં પહેરી ને અમીરી નું પ્રદર્શન કરે છે
તો કોઇ તૂટેલા કપડાં ને સાધી ને સંસ્કાર નું આરોપણ કરે છે
કોઇ પાર્લર માં જઈને ચહેરા ચમકાવે છે તો
કોઇ સત્ય નો સંગ કરીને ભીતર ને મહેકાવે છે
કોઇ આત્મા નું માની ને રાજ કરે છે તો
કોઇ મન નું માની ને તેની ગુલામી કરે છે
કોઇ ઘરનું સાદું ભોજન કરીને પોતાને ભાગ્યશાળી માને છે
તો કોઇ મોંઘી હોટલોમાં એંઠવાડ ખાઈને પોતાને લક્કી માને છે
કોઇ તૂટેલા ગોદડા પર સુઈ ને પોતાને બાદશાહ સમજે છે
તો કોઇ Ac માં નિંદર ની ગોળીઓ ખાઈ ને ખુદ ને અમીર સમજે છે
કોઇ ખાવાનું પચાવવાં માટે દોડે છે તો કોઇ
ખાવાનું કમાવવા માટે દોડે છે
કોઇ મરીને જીવી જાય છે તો
કોઇ જીવતે જીવ મરી જાય છે
કુદરત નો નિયમ ફેરવ્યો ફરતો નથી મિત્રો
અહીં તો કુદરત ધારે એમજ થાય છે
✍️સુરજબા ચૌહાણ "આર્ય "