Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય...

હું દરરોજ મારા સમયે અચુક આવી જ જાઉં છું!

તોય જો ને ઘણાં બધા સતત ફરિયાદ કરે મારો સમય બરાબર નથી! તો જેમના ધાર્યા કામ થઈ ગયા હશે એ એવું બોલતાં કેમ ખચકાય છે?

તમે પાછા ઊંધું ના સમજતાં. મારે કોઈ ક્રેડિટ નથી જોઇતી પણ આ તો થયું કે આટલો બધો કોલાહલ થાય છે વિરુદ્ધમાં તો વહેણમાં બે ચાર સારા શબ્દો એ સાંભળવા મળી જાય...

કોઈ ના મળતાં, કંઇ કામ ના થતા કેવા યાદ કરે મને ને સાથે રહે દરેક પળમાં... પછી કેમ એકલો મૂકી પોતાના ગમતીલા વ્યક્તિ, વસ્તુ સાથે આગળ નીકળી જતા હશે!

સારું ચાલ મુક આ બધું હું સમય છું...

😊

Gujarati Blog by ધબકાર... : 111933571
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now