મેહનત કરવાથી બધું મળે છે,
મેહનત એકદિન જરૂર ફળે છે.
દિપક માંથી જ્યોતિ મળે છે,
સાગર માંથી મોતી મળે છે.
આંબો વાવો તો કેરી મળે છે,
બાવળ વાવો તો કાંટા નળે છે.
મહેનત કરવાથી બધું મળે છે,
મેહનત એકદિન જરૂર ફળે છે.
ભક્તિ કરો તો પ્રભુ મળે છે,
મીરાં બનો તો ક્રિષ્ના મળે છે.
સબરી બનો તો રામ મળે છે,
એકદિન મેહનત જરૂર ફળે છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "