.....' ચાલ એક બીજાને સમજીએ '.....
ચાલ આપણે એક બીજાને સમજીએ,
તું થોડો 'ગર્વ' ને જતો કર, અને હું થોડી 'જીદ' ને,...ખોટ છે 'અહમ' ના નફામાં એવું આપણે સમજીએ.....રોજીંદા જીવનથી 'પર',મદદ,એક બીજાને કરીએ,.....
સુખ ના નફા માં સમૃધ્ધિ વધશે એવું મન ને કહીયે.....બે ના ત્રણ કે ચાર થતાં પહેલા પ્લાનિંગ એવું કરીએ,કે,
આવનારા સંજોગો સામે આપણે અડીખમ ઉભા રહીયે.....'સુખ' ની સંભાળ તું રાખજે ને 'દુઃખ' ની કાળજી રાખીશ હું,
સમજી લઇશું સંજોગોં,ને ચાલ "ઉત્સવ" તો ઉજવી લઇયે.....'સમજણ' થી સમજી લઇએ એકમેક ને પરિવાર ખાતર.....
એટલે એક્બીજાના થઇ નેતો રહીયે... .....ૐ.....
.......જયલીન.......