નાનાં-મોટાં લક્ષ્ય સાથે આગળ વધીએ,
છે સફળતા, જ્યારે ધારેલું પરિણામ મળે.
કોઈ પરીક્ષામાં છે સફળ, કોઈ વ્યવસાયે;
સરસ નોકરી, કે બહોળો હોય વ્યાપાર
અતિ ખુશીથી ઉજાણી સફળતાની કરીએ
આખરે, તોય વ્યસ્ત, અતિ વ્યસ્ત જીવન,
સંસાર, વ્યવસાય,વ્યાપાર, નોકરીમાં વ્યસ્ત
કાળચક્રનાં પ્રવાહે, જિંદગી થતી રહે ત્રસ્ત!
કૈક એવું કેમ ન કરી જઈએ આ જીવન,
જ્યાં વ્યસ્ત, નહિ ત્રસ્ત, હોય મુક્ત આનંદ!
કૈક એવું કરીએ, સફળ થાય આ જીવન,
જ્યાં કઈ ન કરીએ, ધનરાશિ થાય ન ખતમ!
#Success