ભરે જીવનમાં મઘુર રંગ, મિત્રોજ તો આખરે;
મુશ્કેલ હરેક પળમાં રહે શક્તિ બની એ મોખરે,
ભરે એકાંતમાં તરંગ, ઊર્જાનો સ્ત્રોત એ નિખરે,
ભૂલયેલી કૈક ક્ષણોને કરી ચલિત સહજ નોતરે.
હોય દૂર છતાંય, ટકોરી સ્મૃતિઓમાં એ નીસરે,
કહી 'કઈ ભૂલ્યા તમે!' વૃત્તિઓને માર્ગે જોતરે;
સરળ, સહજ ને કટુ, પણ ન્હોય ભાવે ખોટ રે,
વ્યાકુળ હોય જો રદય, એ રહે શક્તિ સ્ત્રોત રે.
હળવાશથી કહે, 'વળો પાછા' માર્ગે કઈ ખોટ રે,
મોકળાશ વહે, મન ફરી મૂકે છૂટેલા માર્ગે દોટ રે;
મિત્રતાની એજ મહેક, જ્યાં રૂઝે ઊંડી ચોટ રે!
સક્ષ્મતાની છબી 'મિત્ર', માનવને મોટી ભેંટ રે!
- કેતન વ્યાસ
જેમણે આજે લખવા પ્રેરણા આપી તેમને સમર્પિત
#Strength